શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના eKYC બાબતે આચાર્ય/શિક્ષિકો, VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી તેમજ તેમનાં પ્રશ્નોના નિરાકરણ બાબત.
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી યોજનાઓમાં DBT નો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું KYC થયેલ હોવું જરૂરી હોય અન્ન. ના.પુ. અને ગ્રા.બા. વિભાગ દ્વારા હાલ રેશનકાર્ડધારકોના KYC ની કામગીરી, (૧) My Ration મોબાઈલ એપ્લીકેશન (૨) ગ્રામ પંચાયત ખાતે VCE દ્વારા તથા (૩) અધિકારી/ કર્મચારી/ VCE/ આચાર્ય/ શિક્ષકો દ્વારા PDS+ મોબાઈલ એપ્લીકેશનથી કરવામાં આવી રહેલ છે.
જે અન્વયે, 6-KYC દરમિયાન આધાર અપડેશન (Aadhaar Updation) બાબતનાં પ્રશ્નો આવી રહ્યા છે જે માટે નાયબ મામલતદાર, શિક્ષકો, આચાર્ય, પ્રોફેસર, V.C.E. તમામ કર્મચારીઓ જે PDS- એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ મહાનગરપાલિકા, ઓપરેટર, જુનિયર કારકુન,સીનિયર ક્લાર્ક,સબ રજીસ્ટ્રારશ્રી, રજીસ્ટ્રારશ્રી (જન્મ અને મૃત્યુ),આંકડાકીય મદદનીશશ્રી, નાયબ આરોગ્ય અધિકારીશ્રી, MOH (મેડિકલ ઓફિસરશ્રી), જનસંપર્ક અધિકારીશ્રી (PRO) તેમજ નગરપાલિકાઓ, ચીફ ઓફિસરશ્રી, કારકુન,ઓપરેટર, સબ રજીસ્ટ્રારશ્રી જન્મ અને મરણ જેવા તમામ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીને PDS+ એપ્લિકેશનના પાવર આપવામાં આવેલ છે. e-KYC ની કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓના અધિકારી/ કર્મચારીઓને e-KYC દરમિયાન ખોટાં આધાર સીડ ન થાય તેમજ e- KYC ની પ્રક્રિયામાં ઉપસ્થિત થતા પ્રશ્નો સંબંધિત માહિતી આપવા હેલ્પલાઈન નંબર તેમજ FAQ બાબત માટે તા.૧૪/૧૧/૨૦૨૪ ગુરવારના રોજ બપોરે ૧:૦૦ થી ૨:૦૦ કલાક સુધી BISAG ના માધ્યમથી 6-KYC બાબતે વિશેષ જાણકારી આપવાનું ફરીથી આયોજન કરવામાં આવેલ છે.
સદર બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો/આચાર્યોને સદર તાલીમમાં BISAG ના માધ્યમથી જોડાય તે બાબતે આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
અગત્યની લીંક