YOJNAO

Namo Lakshmi Yojana Gujarat: ધોરણ 9 થી 12 ની દિકરીઓને નમો લક્ષ્મી યોજના ગુજરાત દ્વારા મળશે સહાય, જાણો કઈ રીતે અરજી કરશો

WhatsApp ગ્રુપમાં જોડાવા માટે Join Now
Telegram ચેનલમાં જોડાવા માટે Join Now


Namo Lakshmi Yojana Gujarat: ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી છે.

Namo Lakshmi Yojana Gujarat :

02 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે 1250 કરોડનું બજેટ પસાર કર્યું.આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

Namo Lakshmi Yojana Gujarat : “નમો લક્ષ્મી યોજના” નો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે. જેથી વિદ્યાર્થીનીઓ સારો અભ્યાસ મેળવી શકે. અને અધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહિ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે.

નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય :

આ યોજનામાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે.

  • ધોરણ-9 અને ધોરણ-10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવમાં આવશે. જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને ધોરણ-10 માં 5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બાકીનાં 10,000 રૂપિયા ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.
  • ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-11 માં 7,500 રૂપિયા અને ધોરણ-12 માં 7,500 રૂપિયા પ્રમાણેની સહાય આપવામાં આવે છે. એમ કુલ 15,000 રૂપિયા આપવામાં આવે છે. બાકીનાં 15,000 રૂપિયા ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે

Namo Lakshmi Yojana Gujarat : અરજી પ્રક્રિયા

  • નમો લક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો જે ટૂંક સમયમાં અહીં ઉપલબ્ધ થશે.
  • ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે એક અરજી ફોર્મ ખુલશે જેમાં તમારી વિગતો દાખલ કરો.
  • આપેલ ફોર્મેટમાં દસ્તાવેજો અપલોડ કરો.
  • બધી વિગતો દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024 માટે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક નોંધાયેલું છે.
  • એપ્લિકેશન ફોર્મ સાચવો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

Dr. Rahul Pandya

Hi, My name is Rahul Pandya, and I am the owner and Founder of this website. I am 21 years old, Gujarat-based (India) blogger.

Leave a comment